Responsive Ads Here

26 June 2011

બજરંગદાસ બાપા - Bajrangdas Bapa
બાપાસીતારામ  - બજરંગદાસ બાપાનો જન્મ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનાં આધેવાડા ખાતે  રામાનંદી સાધુ હીરાદાસને ઘરે થયો હતો. તેમની માતાનું નામ શિવકુંવરબા હતું. પિતા હીરાદાસને ત્રણ પુત્રો હતા તેમાંના એક બજરંગદાસ બાપુ. બજરંગદાસ બાપાનું સાંસારિક નામ ભક્તિરામ હતું.

બજરંગદાસ થોડા જિદ્દી અને ગુસ્સાવાળા સ્વભાવ ના હતા. આથી એકવાર પિતાનાં સ્વભાવને કરને તેમને માત્ર ૧૬ વર્ષની યુવાનવયે ઘર ત્યાગ કર્યું હતું. પરંતુ તેમનામાં ભગવાન રામ પ્રત્યે અપાર તેમજ અતુટ ભક્તિ હતી. બજરંગદાસ બાપા હમેશા લોકોને શ્રીરામ અને શ્રીહનુમાનજી નું સ્મરણ કરવાની અને શ્રધા રાખવાની સલાહ આપતા. ઘર ત્યાગ કર્યા બાદ તેઓ વિચરતા વિચરતા વલસાડ નજીક પહોંચી ઔરંગા નદીના કિનારે બેઠા હતા ત્યારે ત્યાંથી પસાર થતી સીતારામદાસબાપુ ખાખચોડવાળાની જમાત સાથે નાસિકના કુંભમેળામાં જવાનું મન થતાં તેઓ સંઘ સાથે જોડાઇ ગયા. યાત્રા દરમિયાન રસ્તામાં ગાઢ જંગલમાં વાઘનો ભેટો થઇ જતા સંઘના અન્ય અનુયાઈઓ ગભરાઇ ગયા પણ હિંમતવાન બજરંગદાસે તો વાઘનો નીડર પણે સીતારામ-સીતારામનો જાપ જપતાં-જપતાં વાઘને બહાદૂરીપૂર્વક ભગાડી દઇને પોતાની ભક્તિ અને શક્તિનો પરચો આપી દીધો આ જોઈ ગુરુ શ્રી સીતારામદાસ પ્રભાવિત થઈ નાસિક પહોચ્યા બાદ નાસિક ખાતે વેતી ગોદાવરી નદીના તટે રાખનો બનાવેલ મોટો પિંડ મંત્રોચ્ચાર સાથે બાપાના આખા શરીરે લગાડી દઇ ખાખીની દીક્ષા આપી. સીતારામદાસબાપુ તેહરાભાઇ ત્યાગીના મહંત હોઇ બજરંગદાસબાપાને પણ તેહરાભાઇ ત્યાગી ખાલસામાં દીક્ષા આપવામાં આવી.

ત્યારબાદ મુંબઇથી ફરતાં-ફરતાં જમાત અમદાવાદ આવી ત્યારે બાપાશ્રીએ જમાતથી છૂટા પડવાની રજા માંગતા તેમને સીતારામદાસજીએ આશીર્વાદ સહ રજા આપી માનવસેવા કરવા માટે આદેશ આપ્યો. તે સમયે બાપાશ્રી પોતાની પાસે માત્ર એક તૂંબડી અને નાનો ચીપિયો રાખતા. તેઓ આડબંધ પહેરતા. ધૂણી ધખાવી શરીરે રાખ પણ લગાવતા . બાપાશ્રી અમદાવાદથી ફરતાં ફરતાં સુરત પાસેના સરઇ ગામે, વેજલપુર હનુમાનના મંદિરે, સુરતના અશ્વિનીકુમાર ત્યાંથી સૌરાષ્ટ્ર તરફ વલભીપુર, ઢસા, પીથલપુર વિચરેલા  ઉપરાંત  છેલ્લે ભાવનગર જીલ્લાના પાલિતાણા પંથકમાં આવેલ વાળુકડ ગામની હનુમાનજીની જગ્યામાં ત્યાર બાદ કણમોદર અને પછી ત્યાંથી બગદાણાની જગ્યાએ આશ્રમ સ્થાપ્યો હતો. શરૃઆતમાં તેમણે બગડ નદીના કિનારે બગડેશ્વર મહાદેવ મંદિરમાં નિવાસ રાખ્યો હતો. આ પછી ગામમાં આવેલ ચોરામાં જ બેસતા હતા, પછી ભક્તજનોના આગ્રહને કારણે અને ગામમાં સતત ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ રહેતા તે જગ્યાએ વધુ ભીડ થતા ગામની બહાર હેડમતાણુ નદીની નજીક ખુલ્લી જગ્યામાં આશ્રમ સ્થાપ્યો. આશ્રમની વિધિવત્ સ્થાપના ૧૯૫૮માં કરવામાં આવી હતી. જ્યારે અન્નક્ષેત્ર ૧૯૬૧માં ૨૩ ફેબ્રુઆરીએ શરૃ કરવામાં આવ્યું હતું.તે સમયે બજરંગદાસ બાપાએ શરૃ કરેલું આ સેવાકાર્ય આજે વટવૃક્ષ બનીને લાખો શ્રદ્ધાળુઓને ભક્તિ અને સેવાનું અનુપમ ઉદાહરણ પૂરું પાડી રહેલું છે
બાપાશ્રીમાં આધ્યાત્મિકતા અને રાષ્ટ્રપ્રેમનો અદભુત સમન્વય હતો આ sadગુણ લીધે તેઓ યુવાવસ્થામાં તેમણે સ્વાતંત્ર્યની ચળવળમાં પણ ભાગ લીધો હતો અને ૧૯૬૫માં ભારત-ચીન યુદ્ધ વખતે વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની એક હાકલ પડી ને બાપાશ્રીએ તેમની મઢીની તમામ ચીજવસ્તુઓની હરાજી કરી તેમાંથી મળેલ બધી રકમ સંરક્ષણ ભંડોળમાં મોકલાવી આપી. તેઓ જે બંડી પહેરતાં તે સુઘ્ધાં તેમણે દેશને ખાતર મદદ કરવા હરાજી કરી નાખી. આ રીતે બજરંગદાસ બાપાએ દેશપ્રેમનું અલોંકિક ઉદાહરણ પૂરું હતું.

બગદાણા ખાતે દર વરસે અત્રે બે ઉત્સવ ઉજવાય છે જેમાં એક બજરંગદાસબાપાની પુણ્યતિથિ, જે પોષ વદ ૪નાં દિવસે અને બીજો ઉત્સવ અષાઢ સુદ ૧૫ એટલે કે ગુરુ પૂર્ણિમાનાં દિવસે ધામધુમથી ઉજવાય છે. આ ઉત્સવો દરમિયાન બજરંગદાસ બાપના લાખો શ્રધાળું ભક્તો ઉમટી પડે છે પણ બાપા નો કોઈપણ ભક્ત પ્રસાદી નો લાભ લીધા વગર પાછો ફરતો નથી. હાલ માં બગદાણા આશ્રમનું સંચાલન બાપાશ્રીના પરમ શિષ્ય મનજીબાપાની દેખરેખ થઇ રહ્યું છે. અસંખ્ય ભક્તોના જીવનને ઉજ્જવળ બનાવનાર બાપાશ્રીએ ૧૯૭૭માં પોષ વદ ચોથના દિવસે દેહત્યાગ કર્યો હતો.