Responsive Ads Here

24 June 2011

નરસિંહ મહેતા - Narsinh Mheta


         
ઉપનામ - નરસૈયો, આદ્યકવિ
જન્મ - ૧૪૧૪ – ભાવનગર જિલ્લાનું તળાજા ગામ
અવસાન ૧૪૮૦
પિતા - કૃષ્ણદાસ ( પુરુષોત્તમદાસ)
માતા - દયાકુંવર
  જીવન કાર્ય - ભજનિક, આખ્યાનકાર
મૂખ્ય કૃતિઓ - ૧૫૦૦ થી વધારે પદો
આત્મકથાનકો - પુત્ર વિવાહ, પુત્રીનું મામેરું, હુંડી, ઝારીનાં પદ
ભક્તિ પદો - સુદામા ચરિત્ર, દાણલીલા, ચાતુરીઓ, જીવન ઝરમર 

          આદિ કવિ નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમા સંભવત : 1414-1480 માં વડનગરા નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.  એમના પિતાનુ નામ કૃષ્ણદાસ અને માતાનું નામ દયાકોર હતું એમ માનવામાં આવે છે. નરસિંહ મહેતા ત્રણ વર્ષના હતાં ત્યારે તેમના પિતા અને જ્યારે અગિયાર વર્ષના ત્યારે માતા અવસાન પામ્યા. ત્યાર બાદ કાકા પર્વતદાસને ઘેર ઉછરી રહ્યા હતા ત્યાં વળી કાકાનો સ્વર્ગવાસ થતા તેઓ પીત્રાઈ ભાઈના આશ્રિત થયા. ભાભીનાં મહેણાં ટોણાંથી કંટાળેલા નરસિંહ ગોપનાથ મહાદેવ ચાલ્યા ગયા. જયાં તેમને પ્રભુ મિલનનો અદભૂત અનુભવ થયો.

          હરિજનવાસમાં ભજન કીર્તન કરનાર નરસિંહ મહેતાને નગરજનો અને નાગરો બ્રાહ્મણોએ પણ અપમાનિત કર્યા હતા. લોકોના હૃદયમાં આવી ઘટનાઓ દ્વારા તેમની કૃષ્ણભક્તિનો પ્રભાવ પડેલો હતો. તેમનું જીવન જ પછીના અનેક સાહિત્યકારો માટે આખ્યાનનો વિષય બન્યું હતુ.

          નરસિંહમહેતાને પદ્ય રચનાનો ફાવતો પ્રકાર પદ છે. તેમાં નવી દેશીઓનો ઉપયોગ કરી સાધેલું વૈવિધ્યપૂર્ણ અને ઝૂલણાં બંધનો ઉપયોગ નોંધપાત્ર છે. ગરબીઓ તરીકે ઉપયોગમાં લઈ શકાય એવા સુંદર ઊર્મિગીતો રૂપ પદો ગુજરાતી સાહિત્યને મળ્યાં છે. છૂટક પદોમાં લખાયેલું 'સુદામાચરિત્ર' આખ્યાનકારની બીજભૂત શક્તિ દર્શાવે છે. તેમના આત્મચરિત્રાત્મક કાવ્યોમાં શામળદાસનો વિવાહ 'હાર' સમેના પદૌ ઉપરાંત હુંડી, મામેરુ અને શ્રાધ્ધના પ્રસંગોને લગતા પદો છે. ગોપીઓની વિરહ વ્યાકુળતા અને તેમના ઉત્કટ કૃષ્ણાનુરાગનું ચિત્રાત્મક વર્ણન ખાસ નોંધપાત્ર છે. 

          નરસિંહ મહેતાએ આશરે ૧૫૦૦ થી વધારે પદો રચના કરી છે જેમાં પુત્ર શામળશાનો વિવાહ, પુત્રી કુંવરબાઈનું મામેરૂ, હુંડીનો પ્રસંગ, હારનો પ્રસંગ, શ્રાદ્ધ, જેવા સ્વાનુભવાત્મક પ્રસંગો ઉપરાંત વસંતનાં પદો, હિંડોળાનાં પદો, કૃષ્ણભક્તિનાં પદો, સુદામાચરિત્રશૃંગારમાળાબારમાસબાળલીલાવગેરેનો સમાવેશ થાય છે. તેમની સૌથી સુપ્રસિદ્ધ રચના "વૈષ્ણવ જન તેને રે કહીએ..." જે મહાત્મા ગાંધીને ખૂબ પ્રિય હતી, જેનાથી ભાગ્યે જ કોઈ અજાણ હશે.

નરસિંહ મહેતાનાં જીવનનો એક પ્રસંગ:
          એક વાર એમના સસરાના ઘરે વેવાણે નાહવા માટે ગરમ પાણી આપ્યું ત્યારે નરસિંહ બોલ્યા, ‘થોડું ઠંડું પાણી હોય તો આપોને.’ ત્યારે વેવાણે મહેણું માર્યું, કે  તમે તો ભગવાનના ભગત છો તો વરસાદ વરસાવોને’ અને મહેતાજીએ હાથમાં કરતાલ લઇ એવો મલ્હાર ગાયો કે અચાનક વાતાવરણ પલટાઇ ગયું અને મૂશળધાર વરસાદ તૂટી પડયો.

નરસિંહ મહેતાનાં પ્રચલિત ભજનો:

 • અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
 • અમે મહિયારાં રે
 • આ શેરી વળાવી
 • આજ વૃંદાવન આનંદસાગર
 • આજની ઘડી રળિયામણી
 • આશા ભર્યા તે અમે આવિયાં
 • ઉઠોને જશોદાના જાયા
 • ઊંચી મેડી તે મારા સંતની રે
 • એવા રે અમો એવા રે એવા
 • કાનજી તારી મા કહેશે પણ અમે
 • કેમ પૂજા કરૂં
 • કેસર ભીના કાનજી
 • ગિરી તળેટી ને કુંડ દામોદર
 • ગોરી તારાં નેપુર રણઝણ વાજણાં રે
 • ઘડપણ કોણે મોકલ્યું
 • ચાંદની રાત કેસરિયા તારા રે
 • ચાલ રમીયે સહી મેલ મથવું મહિ
 • જળ કમળ છાંડી જાને બાળા
 • જશોદા તારા કાનુડાને
 • જાગને જાદવા
 • જાગીને જોઉં તો
 • જે ગમે જગત ગુરૂદેવ જગદીશને
 • જ્યાં લગી આત્મા તત્વ
 • ધ્યાન ધર હરિતણું
 • નાગર નંદજીના લાલ
 • નાથને નીરખી
 • નાનું સરખું ગોકુળિયું
 • નારાયણનું નામ જ લેતાં
 • નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો
 • પઢો રે પોપટ રાજા રામ ના
 • પાછલી રાતના નાથ પાછા વળ્યા
 • પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
 • પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર
 • બાપજી પાપ મેં કવણ કીધાં હશે
 • ભુતળ ભક્તિ પદારથ
 • ભોળી રે ભરવાડણ
 • મારી હુંડી સ્વીકારો મહારાજ રે
 • માલણ લાવે મોગરો રે
 • મેહુલો ગાજે ને માધવ નાચે
 • રાત રહે જ્યાહરે પાછલી ખટ ઘડી
 • રામ સભામાં અમે
 • રુમઝુમ રુમઝુમ નેપૂર વાજે
 • વારી જાઉં રે સુંદર શ્યામ તમારા લટકાને
 • વૈષ્ણવ જન તો તેને રે કહીએ
 • શેરી વળાવી સજ્જ કરું
 • શ્રી દામોદરના ગુણલા ગાતા
 • સુખ દુ ખ મનમા ન આણિયે
 • હળવે હળવે હળવે હરજી
 • હે કાનુડા તોરી ગોવાલણ