Pages

Subscribe:
  • નરસિંહ મહેતા

    આદિ કવિ નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમા સંભવત : 1414-1480 માં વડનગરા નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એમના પિતાનુ નામ કૃષ્ણદાસ અને માતાનું નામ દયાકોર હતું એમ માનવામાં આવે છે. નરસિંહ મહેતા ત્રણ વર્ષના હતાં...

  • બજરંગદાસ બાપા

    બાપાસીતારામ - બજરંગદાસ બાપાનો જન્મ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનાં આધેવાડા ખાતે રામાનંદી સાધુ હીરાદાસને ઘરે થયો હતો. તેમની માતાનું નામ શિવકુંવરબા હતું. પિતા હીરાદાસને ત્રણ પુત્રો હતા તેમાંના એક બજરંગદાસ બાપુ. બજરંગદાસ બાપાનું સાંસારિક નામ ભક્તિરામ હતું...

  • મેકરણ દાદા

    આપણા સૌરાષ્ટ્રની ભૂમિ મહાપુરુષોને કારણે ઘણી પાવન છે. તેમજ ગુજરાતના અન્ય પ્રદેશોમાં પણ મહાન સંતો થઈ ગયા છે. એવા એક મહાન ઓલિયા સંત શ્રી દાદા મેકરણ ક્ચ્છ પ્રદેશ માં ૧૭મી સદીમાં થઈ ગયા હતાં. સંત દાદા મેકરણ નો જન્મ ક્ચ્છ જીલ્લાના ધ્રંગ ગામે ભાટ્ટી રાજપૂત હરગોપાલજીના ઘરે...

Showing posts with label ગુજરાત ના સાધુ સંતો - Saints of Gujarat. Show all posts
Showing posts with label ગુજરાત ના સાધુ સંતો - Saints of Gujarat. Show all posts

09 July 2011

મેકરણ દાદા - Mekran Dada

    
     આપણા સૌરાષ્ટ્રની ભૂમિ મહાપુરુષોને કારણે ઘણી પાવન છે. તેમજ ગુજરાતના અન્ય પ્રદેશોમાં પણ મહાન સંતો થઈ ગયા છે. એવા એક મહાન ઓલિયા સંત શ્રી દાદા મેકરણ ક્ચ્છ પ્રદેશ માં ૧૭મી સદીમાં થઈ ગયા હતાં. સંત દાદા મેકરણ નો જન્મ ક્ચ્છ જીલ્લાના ધ્રંગ ગામે ભાટ્ટી રાજપૂત હરગોપાલજીના ઘરે થયો હતો. તેમના માતાનું નામ પન્તાબાઈ હતું. દાદા મેકરણ જન્મ બાપા જલારામની જેમ લોકકલ્યાણઅર્થે જ થયો હતો. દાદા મેકરણ બાળપણનું નામ મોકાયજી હતું, દાદા નાનપણથી જ લોકસેવામાં અને પ્રભુભક્તિમાં રચ્યાપચ્યા રહેતા તેમાં તેમને અનેરો આનંદ આવતો હતો આથી પિતાના પારંપારિક ધંધામાં રસ દાખવી માત્ર ૧૨વર્ષની ઉંમરમાં દાદાએ સાધુ તરીકે દીક્ષા લીધી હતી અને મોકાયજી માંથી મેકરણ થયા અને ગીરનારી સંતો ની આજ્ઞા અને ઈચ્છા થી ક્ચ્છ ના રણ પ્રદેશ માં પોતાનું સેવા કાર્ય વિસ્તાર્યું. તેઓ જાતે પોતાના ખભા પર પાણીનાં માટલાં તથા રોટલા ભરેલી કાવડ લઈને પગપાળા જ વિચરતા રહેતા અને કચ્છના રણમાં ભૂખ્યા તરસ્યા લોકોને શોધી શોધીને ભોજન તથા જળ પીવડાવી તેઓની સેવા કરતા હતા. દાદા અંહિ શ્રી ગુરુ ગંગારાજા પાસેથી ઉપદેશ લીધો અને કાપડી પંથ ને વધુ પ્રકાશમાં લાવ્યા. દાદા મેકરણ મહાન સમર્થ સંત હતા. જેથી તેમના કાપડી પંથ માં એક નવી શાખા શરું થઈ જે હાલમાં મેકાપંથી નામે ઓળખાય છે.

     એક વખત તીર્થ યાત્રા દરમિયાન હરિદ્વારમાં પવિત્ર ગંગામાં સ્નાન કર્યા પછી કાવડમાં ગંગાજળ ભરીને દાદા સાધુ-સંતોની જમાત સાથે જતા હતા. તે વખતે માર્ગમાં કોઈ જંગલી પ્રાણીએ એક ગધેડા પર હિંસક હુમલો કરી તેને ઘાયલ કર્યો હતો અને ગધેડો જીવવા માટે તરફડતો હતો. દાદા મેંકરણથી આ કરુણતા જોવાઈ નહીં આથી તેમણે તરત જ પોતાની કાવડમાં ભરેલું થોડું ગંગાજળ ગધેડા પર છાંટયું અને થોડું ગધેડાને પીવડાવ્યું તથા તેના ઘાવ સાફ કર્યાં. આમ કરવાથી ગધેડાને થોડી પીડામાં રાહત થઈ. આ જોઈને જમાતના સાધુ-સંતો દાદા પર ફિટકાર વરસાવવા, તિરસ્કારવા લાગ્યા અને બોલવા લાગ્યા કે તમે આ શું કર્યું ? પવિત્ર ગંગાજળ ગધેડાને પાઈને તમે ગંગાજીનું અપમાન કર્યું છે. સમર્થ દાદા મેંકરણ જરાય વિચલિત થયા વગર સાધુઓને કહ્યું. પીપરમેં પણ પ્રાણ નાય, બાવરમેં બ્યોં, નીમમેં ઉ નારાયણ તો કંઢેમેં (ગધેડામાં) ક્યોં?અર્થાત જો પીપળામાં જે પ્રાણ છે તે બાવાળમાં પણ છે, જો લીમડામાં નારાયણ હોય તો આ પ્રાણીમાં કેમ નહીઆ સાંભળી જમાતના સાધુઓ અવાક થઈ ગયાં અને દાદાના ચરણે પડી ગયા. આપછી ગધેડો દાદા સાથે રહેવા લાગ્યો જેનું નામ દાદાએ ‘લાલીયો’ રાખ્યું હતું સમય જતા એક કુતરો પણ દાદા સાથે રહેવા લાગ્યો તેનું નામ દાદાએ ‘મોતીયો’ રાખ્યું હતું. આમ લાલિયા તથા મોતિયાની જોડી જામી ગઈ અને આ શ્વાન અને ગધેડો દાદાની સાથે સેવાકાર્યમાં જોડાય ગયા હતાં. દાદાની ઉંમર થતા લાલીઓ પાણી, રોટલા નો ભાર વાહન કરતો અને મોતીયો ગંધ પારખવાની શક્તિ દ્વારા લાલિયાને માર્ગ નિર્દેશન કરી રણમાં અટવાયેલા, ભૂખ્યા તરસ્યા લોકોને શોધી ભોજન તથા પાણી આપતા, આમ દાદા અને તેના બે વફાદાર સાથીદારો સાથે  સમગ્ર જીવન ક્ચ્છના રણમાં લોકોની સેવામાં વિતાવ્યું હતું. અને અબોલ પ્રાણીઓ માં પણ સમજદારી અને વફાદારી હોય છે તે દાદાએ દુનિયાને પ્રમાણ આપી દીધું હતું. 
મેકરણ દાદાનું સમાધી સ્થળ
     આમ દાદાએ પોતાના જીવનમાં સતત ૬૫વર્ષ ક્ચ્છના રણમાં લોકસેવામાં વિતાવી સવંત ૧૭૮૬ માં ધ્રંગલોડાઈ સ્થળે તેમના અન્ય ૧૧ શિષ્યો સાથે જીવતા સમાધી લિધી પાછળથી લાલદાસ અને મોતીરામ નામના દાદાના સાથીદારો એ પણ સમાધી લીધેલી.  આજે પણ  સ્થળે ૧૧ સમાધી ના દર્શન છે. તેમની શિષ્ય પરંપરા કાપડી શાખા થી ઓળખાય છે.  

26 June 2011

બજરંગદાસ બાપા - Bajrangdas Bapa
બાપાસીતારામ  - બજરંગદાસ બાપાનો જન્મ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનાં આધેવાડા ખાતે  રામાનંદી સાધુ હીરાદાસને ઘરે થયો હતો. તેમની માતાનું નામ શિવકુંવરબા હતું. પિતા હીરાદાસને ત્રણ પુત્રો હતા તેમાંના એક બજરંગદાસ બાપુ. બજરંગદાસ બાપાનું સાંસારિક નામ ભક્તિરામ હતું.

બજરંગદાસ થોડા જિદ્દી અને ગુસ્સાવાળા સ્વભાવ ના હતા. આથી એકવાર પિતાનાં સ્વભાવને કરને તેમને માત્ર ૧૬ વર્ષની યુવાનવયે ઘર ત્યાગ કર્યું હતું. પરંતુ તેમનામાં ભગવાન રામ પ્રત્યે અપાર તેમજ અતુટ ભક્તિ હતી. બજરંગદાસ બાપા હમેશા લોકોને શ્રીરામ અને શ્રીહનુમાનજી નું સ્મરણ કરવાની અને શ્રધા રાખવાની સલાહ આપતા. ઘર ત્યાગ કર્યા બાદ તેઓ વિચરતા વિચરતા વલસાડ નજીક પહોંચી ઔરંગા નદીના કિનારે બેઠા હતા ત્યારે ત્યાંથી પસાર થતી સીતારામદાસબાપુ ખાખચોડવાળાની જમાત સાથે નાસિકના કુંભમેળામાં જવાનું મન થતાં તેઓ સંઘ સાથે જોડાઇ ગયા. યાત્રા દરમિયાન રસ્તામાં ગાઢ જંગલમાં વાઘનો ભેટો થઇ જતા સંઘના અન્ય અનુયાઈઓ ગભરાઇ ગયા પણ હિંમતવાન બજરંગદાસે તો વાઘનો નીડર પણે સીતારામ-સીતારામનો જાપ જપતાં-જપતાં વાઘને બહાદૂરીપૂર્વક ભગાડી દઇને પોતાની ભક્તિ અને શક્તિનો પરચો આપી દીધો આ જોઈ ગુરુ શ્રી સીતારામદાસ પ્રભાવિત થઈ નાસિક પહોચ્યા બાદ નાસિક ખાતે વેતી ગોદાવરી નદીના તટે રાખનો બનાવેલ મોટો પિંડ મંત્રોચ્ચાર સાથે બાપાના આખા શરીરે લગાડી દઇ ખાખીની દીક્ષા આપી. સીતારામદાસબાપુ તેહરાભાઇ ત્યાગીના મહંત હોઇ બજરંગદાસબાપાને પણ તેહરાભાઇ ત્યાગી ખાલસામાં દીક્ષા આપવામાં આવી.

ત્યારબાદ મુંબઇથી ફરતાં-ફરતાં જમાત અમદાવાદ આવી ત્યારે બાપાશ્રીએ જમાતથી છૂટા પડવાની રજા માંગતા તેમને સીતારામદાસજીએ આશીર્વાદ સહ રજા આપી માનવસેવા કરવા માટે આદેશ આપ્યો. તે સમયે બાપાશ્રી પોતાની પાસે માત્ર એક તૂંબડી અને નાનો ચીપિયો રાખતા. તેઓ આડબંધ પહેરતા. ધૂણી ધખાવી શરીરે રાખ પણ લગાવતા . બાપાશ્રી અમદાવાદથી ફરતાં ફરતાં સુરત પાસેના સરઇ ગામે, વેજલપુર હનુમાનના મંદિરે, સુરતના અશ્વિનીકુમાર ત્યાંથી સૌરાષ્ટ્ર તરફ વલભીપુર, ઢસા, પીથલપુર વિચરેલા  ઉપરાંત  છેલ્લે ભાવનગર જીલ્લાના પાલિતાણા પંથકમાં આવેલ વાળુકડ ગામની હનુમાનજીની જગ્યામાં ત્યાર બાદ કણમોદર અને પછી ત્યાંથી બગદાણાની જગ્યાએ આશ્રમ સ્થાપ્યો હતો. શરૃઆતમાં તેમણે બગડ નદીના કિનારે બગડેશ્વર મહાદેવ મંદિરમાં નિવાસ રાખ્યો હતો. આ પછી ગામમાં આવેલ ચોરામાં જ બેસતા હતા, પછી ભક્તજનોના આગ્રહને કારણે અને ગામમાં સતત ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ રહેતા તે જગ્યાએ વધુ ભીડ થતા ગામની બહાર હેડમતાણુ નદીની નજીક ખુલ્લી જગ્યામાં આશ્રમ સ્થાપ્યો. આશ્રમની વિધિવત્ સ્થાપના ૧૯૫૮માં કરવામાં આવી હતી. જ્યારે અન્નક્ષેત્ર ૧૯૬૧માં ૨૩ ફેબ્રુઆરીએ શરૃ કરવામાં આવ્યું હતું.તે સમયે બજરંગદાસ બાપાએ શરૃ કરેલું આ સેવાકાર્ય આજે વટવૃક્ષ બનીને લાખો શ્રદ્ધાળુઓને ભક્તિ અને સેવાનું અનુપમ ઉદાહરણ પૂરું પાડી રહેલું છે
બાપાશ્રીમાં આધ્યાત્મિકતા અને રાષ્ટ્રપ્રેમનો અદભુત સમન્વય હતો આ sadગુણ લીધે તેઓ યુવાવસ્થામાં તેમણે સ્વાતંત્ર્યની ચળવળમાં પણ ભાગ લીધો હતો અને ૧૯૬૫માં ભારત-ચીન યુદ્ધ વખતે વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની એક હાકલ પડી ને બાપાશ્રીએ તેમની મઢીની તમામ ચીજવસ્તુઓની હરાજી કરી તેમાંથી મળેલ બધી રકમ સંરક્ષણ ભંડોળમાં મોકલાવી આપી. તેઓ જે બંડી પહેરતાં તે સુઘ્ધાં તેમણે દેશને ખાતર મદદ કરવા હરાજી કરી નાખી. આ રીતે બજરંગદાસ બાપાએ દેશપ્રેમનું અલોંકિક ઉદાહરણ પૂરું હતું.

બગદાણા ખાતે દર વરસે અત્રે બે ઉત્સવ ઉજવાય છે જેમાં એક બજરંગદાસબાપાની પુણ્યતિથિ, જે પોષ વદ ૪નાં દિવસે અને બીજો ઉત્સવ અષાઢ સુદ ૧૫ એટલે કે ગુરુ પૂર્ણિમાનાં દિવસે ધામધુમથી ઉજવાય છે. આ ઉત્સવો દરમિયાન બજરંગદાસ બાપના લાખો શ્રધાળું ભક્તો ઉમટી પડે છે પણ બાપા નો કોઈપણ ભક્ત પ્રસાદી નો લાભ લીધા વગર પાછો ફરતો નથી. હાલ માં બગદાણા આશ્રમનું સંચાલન બાપાશ્રીના પરમ શિષ્ય મનજીબાપાની દેખરેખ થઇ રહ્યું છે. અસંખ્ય ભક્તોના જીવનને ઉજ્જવળ બનાવનાર બાપાશ્રીએ ૧૯૭૭માં પોષ વદ ચોથના દિવસે દેહત્યાગ કર્યો હતો.

24 June 2011

શ્રી જલારામ બાપા-Shree Jalaram Bapa

        
         શ્રી જલારામ બાપાનો જન્મ ઈ.સ.૧૮૦૦ માં ગુજરાત નાં વીરપુર ગામમાં થયો હતો. તેમની માતા રાજબાઈ સાધુ સંતો ની સેવા ના ખુબ શોખીન હતા. કોઈ સાધુ કે સંત વીરપુર માંથી રાજબાઈ ના આતિથ્ય પ્રાપ્ત કર્યા વિના શકતા નહિ. શ્રી જલારામ બાપા ના પિતા નું નામ પ્રધાન ઠક્કર હતું તેઓ વીરપુર માં પોતાના ધંધામાં પરોવાયેલા હતા. 
          ૧૬ વર્ષની યુવાન વયે જલારામ નાં લગ્ન ઠક્કર પ્રાગજી  સોમાંજિયા દીકરી વીરબાઈ સાથે થયા. જોકે જલારામ ને સંસારિક જીવન માં કે પિતા નાં વ્યવ્સાય માં કોઈજ રસ ન હતો. એમ પણ તેઓ મોટાભાગ નો સમય સાધુ સંતોની સેવામાં ગળતા હતા, આમ જલારામ પિતાના વ્યવ્સાય માંથી અલગ થઇને કાકા વિરજીભાઈ સાથે રેહવા ચાલ્યા ગયા. જલારામે વૈવાહિક જીવન સંપૂર્ણપને છોડ્યા બાદ અંતે વીરબાઈ માયે પણ જલારામબાપા નું અનુસરણ કરવાનું નક્કી કર્યું ત્યાર બાદ જલારામ બાપાએ અને વીરબાઈ માતાએ સાથે પવિત્ર યાત્રા ધામ જવાનો નિર્ણય લીધો
          ૧૮, વર્ષની વયે જલારામ બાપા ગુરુ તરીકે ફતેહપુર માંથી શ્રી ભોજલરામ ને સ્વીકાર્યા અને તેમને  ગુરુ દ્વારા "માળા અને ગુરુ મંત્ર " નું અર્પણ કરવામાં આવે છે.  આમ તેમના ગુરુ ના આશીર્વાદ સાથે, તે અન્નક્ષેત્ર "સદાવ્રત" સ્થળ છે કે જ્યાં બધા સાધુઓ અને સંતો તેમજ જરૂરિયાતમંદોને ૨૪ કલાક દરમ્યાન કોઈપણ સમયે ભોજન કરી શકે તેવું શ્રી રામ ના નામ સાથેનું અન્નક્ષેત્ર શરુ કર્યું જ્યાંથી કોઈપણ વ્યક્તિ વીરબાઈમાં ના હાથે બનેલા ભોજન કાર્યા વગર પાછુ ફરતું નહી.