અમદાવાદ હેરીટેજ સેલ દ્વારા અખા ભગતનાં રહેણાંકનાં સ્થળ પાસે સ્થાપવામાં આવેલ કાંસ્ય પ્રતિમા.
ગુજરાતના મહાન ચિત્રકાર શ્રી રવિશંકર રાવળ કૃત અખા ભગત (સોની) નું ચિત્ર.
અખાનો જીવનકાળ મુઘલ સુશાશન ગુજરાતનો સુવર્ણ સમય હતો. આ સલ્તનતના સમયના ત્રણ મહાન સાહિત્યકારોમાં અખાનું સ્થાન હતું. અખો - અખા ભગતનાં નામે પણ ઓળખાય છે તેનું મૂળ નામ અખેરામ હતું. અખાનો જન્મ ગુજરાતના અમદાવાદ ની દક્ષિણે આવેલા જેતલપુરમાં ઈ.સં. ૧૫૯૧ સોની રહીયાદાસનાં ઘરે થયો હતો. અખો જન્મે અને વ્યવસાયે સોની હતો તે પંદર સોળ વર્ષની વયે પિતા તેના બે ભાઈઓ ગંગારામ , ધામસી અને એક બહેન સાથે વ્યવસાયઅર્થે જેતલપુરથી અમદાવાદના ખાડીયાના દેસાઈની પોળમાં આવીનીને વસ્યો હતો. આજે પણ આ દેસાઇની પોળનું એક મકાન "અખાના ઓરડા" તરીકે ઓળખાય છે.
અખાનું કૌટુંબીક જીવન ઘણું સંઘર્ષ ભર્યું હતું બાળપણમાં માતાની છત્રછાયા ગુમાવી અને ઓગણીશ વર્ષે પિતા સ્વર્ગવાસ પામ્યા. ટૂંક સમયમાં એકની એક બહેન મૃત્યુ પામી. બાળવયે લગ્ન કર્યા હતા તે પત્નીનું યુવાનવયે મૃત્યુ થયું ત્યારબાદ અખાએ બીજા લગ્ન કર્યા તેમાં પણ ની સંતાન પત્ની વિયોગ થયો.
જહાંગીરના સમયની અમદાવાદની એક સરકારી ટંકશાળમાં અખાએ જે ઉચ્ચ હોદ્દો મેળવ્યો હતો તે સાબિત કરે છે કે તેના માં વ્યવસાયિક અને વ્યવહારિક કુશળતાઓ ઘણી હતી ત્યાં કોઈએ રાવ કરીકે અખો સોનાના સિક્કામાં ભેળસેળ કરે છે એટેલે અખાને જેલની સજા થય જોકે પાછળથી અખો નિર્દોષ છુટ્યો.
અખાએ એક ધર્મની બહેન માનેલી હતી એ બહેને અખાને ત્યાં ત્રણસો રૂપિયા રાખેલા તેણે અખાને એક સોનાની કંઠી બનાવી આપવા કહેલું અખો કુશળ કરીગર તો હતોજ તેને બહેન પ્રત્યે ભાવ હતો આથી અખાએ ગાંઠના સો રૂપિયા ઉમેરી સારી કંઠી કરી આપી પણ કોઈકે ધર્મની નાં મનમાં ઘાલ્યો કે સોની નો શું વિશ્વાસ? એટલે તેણે બીજ સોની પાસે કપ મુકાવ્યો સોનું સાચું નીકળ્યું બાઈ પસ્તાય તેણે પાછુ સોનીને કાપ સરખો કરી આપવા કહ્યું પણ અખા જેવા કુશળ કારીગરે કરેલ કંઠી પર નો કાપ સરખો થયો નહી આથી બાઈ પાછી કંઠી લઈ અખા પાસે ગય ત્યાં અખાએ કળથી બાઈ પાસેથી બધી વાત કાઢાવી લીધી આ સાંભળી અખાને ખુબ દુખ થયું જીવનના આવા પ્રસંગોનાં કરને અખાણે સંસાર પરથી વિશ્વાસ ઉઠી ગયો.
સંસારનાં આ અવિશ્વાસ અને સ્વાર્થની પ્રગટેલી આગથી અખાને સમાજ અને વ્યવસાય પરથી મન ઉઠી ગયુ. આથી આખાએ એકવાર સોનીકામનાં બધા ઓજારો એક કુવામાં ફેકી દીધા અને અનંત જ્ઞાનની તલાશમાં નીકળી પડ્યો. અખો બહુ ભણેલો નહી પણ ભારતભરમાં ભ્રમણ કરી આખો અલગ અલગ સંપ્રદાયોથી સારો એવો પરિચિત થયેલો. એ તેમને રચેલા વિપુલ સાહિત્ય રચનાઓ પરથી સિદ્ધ થાય છે. અખો એકધર્મી નહોતો અને મૂર્તિ પૂજા અવતારો માં માનતો નહિ બલકે તે એક મધ્યકાલીન યુગનો સમાજ સુધારક અને બધાજ સમ્પ્રદાયોને જોડનારો સમન્વયવાદી અને એકેશ્વરવાદી હતો. કવિ દલપતરામ મૂર્તિ પૂજામાં માનનારા સ્વામીનારાયણ સંપ્રદાયનાં ચુસ્ત અનુયાની હોવા છતાં તેણે અખાની પ્રશંસા કરી છે.
અખો કુળધર્મે વૈષ્ણવ હતો, તેથી ગોકુલધામ જઈ શ્રી ગોકુલનાથજી મહારાજ પાસે એણે દીક્ષા લીધી આ ગુરુ ઢોંગી નીકળતા અખો કહે.
“ગુરુ કીધા મેં ગોકુલનાથ,
ઘરડા બળદને ઘાલી નાથ,
ધન લે ને ધોકો નવ હરે,
એ ગુરુ કલ્યાણ શું કરે ? ”
ત્યાંથી ચાલી નીકળી અખો અનંત જ્ઞાનની તરસ છીપાવવા કાશીનાં વેદવિદ્ બ્રહ્માનંદ સ્વામીનો શિષ્ય થવા ગયો. બ્રહ્માનંદ સ્વામી ગુફામાં રહેતા ત્યાં ગુફાની પ્રવેશ દ્વાર પર એક મોટો પથ્થર હતો પણ અખો ત્યાજ ગુરુજી ની પ્રતીક્ષા કરતો રહ્યો અંતે ગુરુજી અખાની જ્ઞાન પિપાસાથી પ્રસ્સન થઈ બહાર આવી શિષ્ય તરકે સ્વીકાર કરીને વેદાન્ત વિદ્યાનું જ્ઞાન આપ્યું આમ અખાને વૈરાગ્ય, જ્ઞાન અને ભક્તિનાં સમન્વય અને ઊંડી સાધના થી આત્મજ્ઞાન થયું અને અને મુખમાં સરસ્વતી બિરાજમાન થયા ને વાણી ખીલી. આ સાથે અખાએ છપ્પા લખવાનું ચાબખા મારવાનું શરુ કર્યું. અખાની બધીજ રચનાઓ મુખ્યત્વે સમાજમાં રહેલા અવિશ્વાસ, આડંબર, ઢોંગીઓ, ઠગબાજી પ્રત્યેનો તિરસ્કાર દર્શાવે છે. અખાએ સમાજને સમાજમાં રહેલા આડંબર, ઠગબાજી ખુબજ સરસ રીતે જીણવટ ભર્યા દાખલાઓ, પ્રસંગો વર્ણવીને શિખામણ આપી છે. તેમની રચનાઓ ઉપહાસ, હાસ્ય અને કટાક્ષથી ભરપુર હોય છે. આથી અખાની લખવાની સીધી સાદી છટા ગુજરાતી સાહિત્ય જગતમાં ખુબજ પ્રશંસનીય અને પ્રખ્યાત છે. અખાએ તેના જીવનકાળ દરમિયાન કુલ ૭૪૬ છપ્પાની રચના કરેલ છે. તેમની કેટલીક પ્રચલિત રચનાઓ:
- અખાજીના સોરઠા
- અખાના છપ્પા
- અખાના પદ
- અખેગીતા
- અનુભવ બિંદુ
- કૈવલ્યગીતા
- ગુરૂ શિષ્ય સંવાદ
- ચિત્ત વિચાર સંવાદ
- પંચીકરણ
- બ્રહ્મલીલા
- સંતપ્રિયા
છપ્પા:
“ ભાષાને શું વળગે ભૂર ?
જે રણમાં જીતે તે શુર,
સંસ્કૃત બોલે તે શું થયું?
કાંઈ પકૃતથી નાસી ગયું ? ”
“ બ્રહ્માણ, ક્ષત્રિય, વૈશ્ય ને શુદ્ર,
એ હરિનો પિંડ અખા કોણ ક્ષુદ્ર ?
અખે રામ એવો ઓળખ્યો,
જે કાગળમેશ ન જાયે લખ્યો. ”
“ તિલક કરતા ત્રેપન થયાં,
જપમાલાના નાકાં ગયાં,
તીરથ ફરી ફરી થાક્યાં ચરણ,
તોય ન પોહોશો હારીને શરણ. ”
“ એક મૂરખને એવી ટેવ,
પથ્થર એટલા પૂજે દેવ,
પાણી દેખી કરે સ્નાન,
તુલસી દેખી તોડે પાન.
એ અખા બહુ ઉતપાત,
ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત? ”
KG4X62BHC8KF