ઉપનામ - નરસૈયો, આદ્યકવિ
જન્મ - ૧૪૧૪ – ભાવનગર જિલ્લાનું તળાજા ગામ
અવસાન ૧૪૮૦
પિતા - કૃષ્ણદાસ ( પુરુષોત્તમદાસ)
માતા - દયાકુંવર
જીવન કાર્ય - ભજનિક, આખ્યાનકાર
મૂખ્ય કૃતિઓ - ૧૫૦૦ થી વધારે પદો
આત્મકથાનકો - પુત્ર વિવાહ, પુત્રીનું મામેરું, હુંડી, ઝારીનાં પદ
ભક્તિ પદો - સુદામા ચરિત્ર, દાણલીલા, ચાતુરીઓ, જીવન ઝરમર
આદિ કવિ નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમા સંભવત : 1414-1480 માં વડનગરા નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એમના પિતાનુ નામ કૃષ્ણદાસ અને માતાનું નામ દયાકોર હતું એમ માનવામાં આવે છે. નરસિંહ મહેતા ત્રણ વર્ષના હતાં ત્યારે તેમના પિતા અને જ્યારે અગિયાર વર્ષના ત્યારે માતા અવસાન પામ્યા. ત્યાર બાદ કાકા પર્વતદાસને ઘેર ઉછરી રહ્યા હતા ત્યાં વળી કાકાનો સ્વર્ગવાસ થતા તેઓ પીત્રાઈ ભાઈના આશ્રિત થયા. ભાભીનાં મહેણાં ટોણાંથી કંટાળેલા નરસિંહ ગોપનાથ મહાદેવ ચાલ્યા ગયા. જયાં તેમને પ્રભુ મિલનનો અદભૂત અનુભવ થયો.
- અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
- અમે મહિયારાં રે
- આ શેરી વળાવી
- આજ વૃંદાવન આનંદસાગર
- આજની ઘડી રળિયામણી
- આશા ભર્યા તે અમે આવિયાં
- ઉઠોને જશોદાના જાયા
- ઊંચી મેડી તે મારા સંતની રે
- એવા રે અમો એવા રે એવા
- કાનજી તારી મા કહેશે પણ અમે
- કેમ પૂજા કરૂં
- કેસર ભીના કાનજી
- ગિરી તળેટી ને કુંડ દામોદર
- ગોરી તારાં નેપુર રણઝણ વાજણાં રે
- ઘડપણ કોણે મોકલ્યું
- ચાંદની રાત કેસરિયા તારા રે
- ચાલ રમીયે સહી મેલ મથવું મહિ
- જળ કમળ છાંડી જાને બાળા
- જશોદા તારા કાનુડાને
- જાગને જાદવા
- જાગીને જોઉં તો
- જે ગમે જગત ગુરૂદેવ જગદીશને
- જ્યાં લગી આત્મા તત્વ
- ધ્યાન ધર હરિતણું
- નાગર નંદજીના લાલ
- નાથને નીરખી
- નાનું સરખું ગોકુળિયું
- નારાયણનું નામ જ લેતાં
- નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો
- પઢો રે પોપટ રાજા રામ ના
- પાછલી રાતના નાથ પાછા વળ્યા
- પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
- પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર
- બાપજી પાપ મેં કવણ કીધાં હશે
- ભુતળ ભક્તિ પદારથ
- ભોળી રે ભરવાડણ
- મારી હુંડી સ્વીકારો મહારાજ રે
- માલણ લાવે મોગરો રે
- મેહુલો ગાજે ને માધવ નાચે
- રાત રહે જ્યાહરે પાછલી ખટ ઘડી
- રામ સભામાં અમે
- રુમઝુમ રુમઝુમ નેપૂર વાજે
- વારી જાઉં રે સુંદર શ્યામ તમારા લટકાને
- વૈષ્ણવ જન તો તેને રે કહીએ
- શેરી વળાવી સજ્જ કરું
- શ્રી દામોદરના ગુણલા ગાતા
- સુખ દુ ખ મનમા ન આણિયે
- હળવે હળવે હળવે હરજી
- હે કાનુડા તોરી ગોવાલણ